સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ટંકારા તાલુકાના ખેડુતો વિશાળ સંખ્‍યામાં મોરબી ખાતે ગુરૂવારે યોજાયેલ રેલીમાં ભાગ લેશે

લીલો દુષ્‍કાળ જાહેર કરોઃ ગત વર્ષનો વીમો ચુકવવા માંગણી

ટંકારા, તા., ૧૨: તાલુકાના ખેડુતો વિશાળ સંખ્‍યામાં કોંગ્રેસ દ્વારા ગુરૂવારે મોરબી ખાતે યોજાનાર રેલીમાં ભાગ લેશે.

ટંકારા ખાતે રેલીમાં ભાગ લેવાના આયોજન માટે ધારાસભયની અધ્‍યક્ષતામાં મીટીંગ યોજાયેલ.

ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્‍દ્રભાઇ ગોધાણી મહામંત્રી દુષ્‍યંત ભુત દ્વારા મીટીંગમાં પધારેલા ધારાસભ્‍ય, જીલ્લા પંચાયતના સભ્‍યો તાલુકા પંચાયતના સભ્‍યો, સરપંચો, સહકારી મંડળીના પ્રમુખો, મંત્રી, સભ્‍યો તથા ખેડુતો અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોનું સ્‍વાગત કરાયેલ.

ભુપતભાઇ ગોધાણીએ જણાવેલ કે અતિ વરસાદથી ખેડુતોના પાક મગફળી, કપાસ, તલ, બાજરી, એરંડા, કઠોળ જેવા પાક નિષ્‍ફળ ગયેલ છે. ખેડુતોને પારાવાર નુકશાન થયેલ છે. સો ટકા નુકશાની છે.

ટંકારા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડેલ છે. ટંકારા તાલુકામાં ૧૭૦ ટકા વરસાદ પડેલ છે. લીલો દુષ્‍કાળ જાહેર કરવાની માંગણી કરેલ. ટંકારામાં પ૩ ઇંચ વરસાદ થયેલ છે.

સરકાર દ્વારા લીલો દુષ્‍કાળ જાહેર કરવામાં આવે તો ફોર્મ ભરવાની સર્વે કરવાની જરૂર નથી.

ખેડુતોને તાત્‍કાલીક ૧૦૦ ટકા વિમો ચુકવવા જણાવેલ. ગત વર્ષનો વીમો ચુકવવાનો બાકી છે. તે પણ તાત્‍કાલીક ચુકવવા માંગણી કરાયેલ. ગત વર્ષનો વીમો ચુકવવાનો બાકી છે. તે પણ તાત્‍કાલીક ચુકવવા માંગણી કરાયેલ.

જબલપુરના છગનભાઇ પટેલ ૧૭ જેટલા ખેડુતોને સહાયના ર૦૦૦  ન મળ્‍યાની ફરીયાદ કરેલ.

ધારાસભ્‍ય લલીતભાઇ કગથરા દ્વારા વધુમાં વધુ સંખ્‍યામાં જોડાવા અનુરોધ કરેલ. 

આ મીટીંગમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્‍યો, કોંગ્રેસના પદાધિકારીઓ, પરેશભાઇ ઉજરીયા, અશોકભાઇ સંઘાણી, ગોપાલભાઇ ડી.રતનપરા, રમેશભાઇ રાઠોડ, ચંદુભા બેડીયા, કવુભા ઝાલા, ચમનભાઇ ભોરણીયા વિગેરે ઉપસ્‍થિત રહેલ.

(1:20 pm IST)