સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ભાવનગરમાં ૧૭ વર્ષના કિશોરને કોંગો ફીવર પોઝીટીવ : ૩ ને લક્ષણો દેખાતા સારવારમાં

ભાવનગર, તા. ૧ર : ભાવનગર શહેરમાં ૧૭ વર્ષના કિશોરને કોંગો ફીવર પોઝીટીવ આવ્‍યું છે તેમજ અન્‍ય ત્રણને પણ કોંગોના લક્ષણો દેખાતા સારવાર શરૂ કરાઇ છે.

ભાવનગર જીલ્લામાં ચાલુ વર્ષ કોંગો ફીવરથી પાંચના મૃત્‍યુ નિપજયા છે અને વધુ એક કેસ નોંધાયો છે.

શહેરના બોરતળાવ વિસ્‍તારમાં રહેતા ૧૭ વર્ષના કિશોરને કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને સર ટી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો અને તેનો આજે પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્ર વધુ સતર્ક થઇ ગયું છે. આ ઉપરાંત જિલ્લામાં વધુ ત્રણ વ્‍યકિતઓને કોંગો ફીવરના લક્ષણો દેખાતા હોસ્‍પિટલમાં ખસેડાયા છે જેમાં સિહોરના ચોરવડલાના ૪પ વર્ષીય મહિલા, પાલીતાણામાં ૪૦ વર્ષીય મહિલા અને ગારીયાધારના ર૮ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

(12:36 pm IST)