સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

જસદણમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ છ પતાપ્રેમી પકડાયા

અશોક લશ્‍કરી જુગાર રમાડતો'તો ૧.૬૪ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા.૧૨: જસદણમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા પર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

જસદણ પો.ઇન્‍સ વી.આર.વાણીયા , પો.સબ ઈન્‍સ. એન.એચ.જોષી,  પો.કોન્‍સ. વિજયભાઈ વેગડ, પો.કોન્‍સ. પ્રણયભાઈ સાવરીયા, પો.કોન્‍સ. યુવરાજસિંહ વાદ્યેલા  પો.સ્‍ટે. હતા તે દરમ્‍યાન પો.સબ ઈન્‍સ. એન.એચ.જોષીને મળેલ બાતમી આધારે, જસદણ જીલેશ્વરપાર્ક વિરચંદ શેઠના બંગલા પાછળ અશોકભાઇ ઉર્ફે અંગત પુરણદાસ લશ્‍કરી ના ભોગવટાના રહેણાંક મકાને  રેઈડ કરતા જુગાર રમતા (૧) અર્જુન ભુપતભાઇ રેલીયા રહે. જસદણ વિંછીયા રોડ (૨) જીતેશ હરજીભાઇ મજેઠીયા રહે. જસદણ મફતીયાપરા (૩) મહેશ જીવરાજભાઇ સદાદીયા રહે. જસદણ (૪) સંદીપ શામજીભાઇ ડાંગર રહે. જસદણ વાજસુરપરા (૫) રાજ કેશુભાઇ રામાવત રહે. જસદણ જીલેશ્વર પાર્ક તથા (૬) અશોક ઉર્ફે અંગત પુરણદાસ લશ્‍કરી રહે. જસદણ જીલેશ્વર પાર્ક વાળાઓને જુગારના સાહીત્‍ય સાથે ર્ંરોકડા રૂ.૫૨,૪૯૦/-  ત્રણ મોટરસાઈકલ તથા મોબાઈલ નંગ ૬ મળી કુલ મુદ્દામાલ મળી કિ.રૂ.૧,૬૪,૭૯૦/ર્-ં સાથે પકડી પાડેલ હતા.

(12:33 pm IST)