સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

વસૂલાત અધિકારી (નાયબ મામલતદાર) સંવર્ગ યાદી વર્ગ ૩ ની જગ્યા પ્રતિનિયુકિતથી ભરવા અંગે

રાજકોકટ તા.૧ર : વર્ષ ર૦૧૯ માં સૌરાષ્ટ્ર-કચ્છ રજીયનના તાળા હેઠળ આવેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ મદદનીશ શ્રમ આયુકત વર્ગ-૧ની કચેરી ખાતે સદર કચેરીઓના મદદનીશ શ્રમ આયુકત વર્ગ-૧ને ગ્રેજ્યુટી ચુકવણી ધારા ૧૯૭ર હેઠળ નિયંત્રણ અધિકારી જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ ખાતેના રીઝલ્ટ કચેરીમાં વસૂલાત અધિકારી (નાયબ મામલતદાર)ની એક જગ્યા શ્રમયોગીની લેણી રકમની ઝડપી અને ન્યાય માટે ઉભી કરવા મંજુર કરવામાં આવેલ છે. વસૂલાત અધિકારી (નાયબ મામલતદાર) તરીકે વર્ગ-૩ સંવર્ગની નાયબ મામલતદાર જગ્યાએ કક્ષાના કર્મચારીઓને પ્રતિનિધિયુકિતથી ફરજ બજાવવા ઇચ્છા હોય તેવા યોગ્ય કર્મચારીએ આ કચેરીનો નાયબ શ્રમ આયુકતની કચેરી જીલ્લા સેવા સદન-૩ બ્લોક નંબર, બીજો માળ, શ્રોફ રોડ સરકારી પ્રેસની બાજુમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક સાધવા નાયબ શ્રમ આયુકત સૌરાષ્ટ્ર-કચ્છ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રમયોગીઓ દ્વારા ગ્રેજ્યુએટી લેણી રકમ બાબતે અરજી કરવામાં આવે છે જે પરત્વે જરૂરી કાર્યવાહી કરી જે તે સંસ્થાના માલિકને શ્રમયોગીની લેણી નીકળતી રકમ ચુકવવાનો હુકમ કરવામાં આવે છેજો ગ્રેજ્યુઅ.ટીની રકમ માલિક દ્વારા દર્શાવેલ મર્યાદામાં ચુકવવામાં ન આવે અને શ્રમયોગી દ્વારા નિયંત્રણ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવે તો કાયદાની જોગવાઇ મુજબ શ્રમયોગીને લેણી રકમની વસુલાત રેન્વયુ રાહે કરવાની થાય છે. જેથી તે અંગે સંબંધિત કલેકટર શ્રીઓને ગ્રેજ્યુએટીની લેણી રકમ રેવન્યુ રાહે વસુલાત કરવાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે. આ કામગીરી સુંચારૂ રીતે કરી શકાય તે માટે જે તે વિભાગની કચેરીમાં પ્રતિનિયુકિતથી વસુલાત અધિકારી (નાયબ મામલતદાર)ની એક જગ્યા ભરવાની થાય છ.

(12:23 pm IST)