સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ગોંડલ તાલુકાના અપહરણના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપી પકડાયો

રૂરલ પેરોલ ફલો સ્‍કવોડે ભાવનગરથી દબોચી લીધો

રાજકોટ, તા. ૧૨ :. ગોંડલ તાલુકાના સગીર બાળાના અપહરણના ગુન્‍હામાં નાસતો ફરતા આરોપીને ગ્રામ્‍ય પેરોલ ફર્લો સ્‍કવોડે ભાવનગર ખાતેથી દબોચી લીધો હતો.

ગ્રામ્‍ય પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઈ વી.બી. ચૌહાણ, એએસઆઈ મહંમદભાઈ ચૌહાણ, હેડ કોન્‍સ. જગતભાઈ તેરૈયા, હેડ કોન્‍સ. વીરરાજભાઈ ધાંધલ, પો. કોન્‍સ. મહેન્‍દ્રસિંહ સોલંકી, હેડ કોન્‍સ. પ્રભાતસિંહ પરમાર તથા પો. કોન્‍સ. રવિભાઈ ભાવનગર શહેર ખાતે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્‍યાન પો. કોન્‌ન્‍સ. મહેન્‍દ્રસિંહ સોલંકીને ખાનગીરાહે હકીકત મળેલ કે ગોંડલ તાલુકા પો. સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.૨.નં. ૧૦૪/૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ વિ. મુજબના ગુન્‍હાના કામે નાસતો ફરતો આરોપી નામે વિજય શંકરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૨૩ રહે. ભાવનગર મિરાનગરવાળી ગુનો આચરી ભાવનગર ખાતે રહેતો હોવાની બાતમી મળતા સદરહુ જગ્‍યાએ તપાસ દરમિયાન મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી, ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે.

(11:52 am IST)