સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ભાવનગરના મોણપરમાં ૧પ.૮પ લાખના ગાંજાનાં ૪૦પ છોડ જપ્ત

એસઓજી ટીમે સંજય ધરમશીભાઇ પાંડવના ખેતરમાં દરોડો પાડતા કપાસ અને જુવારના પાકની આડમાં ગાંજાનાં વાવેતરનો પર્દાફાશ

તસ્વીરમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ સંજય ધરમશીભાઈ પાંડવ તથા બીજી તસ્વીરમાં ગાંજાનો મુદ્દામાલ અને પોલીસ ટીમ તથા છેલ્લી તસ્વીરમાં ગાંજાના છોડ નજરે પડે છે.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૧ર :.. ભાવનગરનાં બગદાણા તાબેનાં મોણપર ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપી લઇ ભાવનગર પોલીસે રૂ. ૧પ.૮પ લાખની કિંમત નાં ૩.૧૭ કિલો વજનનાં ગાંજાના ૪૦પ છોડનો જથ્થો કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજયમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.

જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીકસ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જેથી ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ની આગેવાનીમાં એસ.ઓ.જી. પોલીસ જીલ્લામાં નાર્કોટીકસ પદાર્થનું વેચાણ કરતા ઇસમો બાબતે ખાનગીરાહે તપાસ કરતા હતા દરમ્યાન પોલીસને મળેલ બાતમી હકિકત મળેલ હતી કે, 'સંજયભાઇ ધરમશીભાઇ પાંડર રહેવાસી મોણપર તા. મહુવા જી. ભાવનગરવાળાએ પોતાની કાદવાડી સીમ તરીકે ઓળખાતી વાડીએ કપાસ તથા જુવારના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે બાતમી આધારે આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે મોણપુર તાબે બગદાણા ખાતે સંજયભાઇ ધરમશીભાઇ પાંડવ જાતે પ્રજાપતિ કુંભાર ઉ.વ.૨૮ રહેવાસી મોણપુર તા. મહુવા જી. ભાવનગર વાળાનેઙ્ગ તેની કાદવાડી સીમની વાડીએ રેઇડ કરતા આરોપી વાડીએ હાજર મળી આવેલ અને તેને પોતાની વાડીમાં કપાસ તથા જુવારના પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૪૦૫ જેનું કુલ વજન ૩૧૭.૧૪૦ કિલો ગ્રામ જેની કિ.રૂ. ૧૫,૮૫,૭૦૦/- ના મુદ્દામાલ મળી આવતા ભાવનગર એફ.એસ.એલ. અધિકારીશ્રી આર.સી.પંડયા ને સ્થળ ઉપર બોલાવી ગાંજાના છોડનું પરિક્ષણ કરાવી ગાંજાના છોડ નંગ-૪૦૫ કબ્જે કરવામાં આવેલ હતા અને મજકુર સામે એન.ડી.પી.એસ. એકટ અંગે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ ની આગેવાનીમાં એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ. જીવણભાઇ આહિર તથા પોલીસ કોન્સ ભદ્રેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવા તથા નરેશભાઇ ચૌહાણ તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન અનવરખાન તથા પી.આર.ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર જે.જે.ગોહિલ તથા મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા. તેમજ આ કામગીરી દરમ્યાન એફ.એસ.એલ. ભાવનગર ના અધિકારી આર.સી. પંડ્યાએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

(3:47 pm IST)