સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

દોઢ વર્ષથી ફરાર ધ્રાંગધ્રા તાલુકાનો આરોપી ઝડપાયો

વઢવાણ તા.૧૨: પોલીસ મહાનિર્દેશક ગુ.રા.ગાંધીનગર તરફથી નાસતા ફરતા આરોપીઓની પકડી પાડવા સારૂ ખાસ ઝુંબેશ (ડ્રાઇવ) રાખવામાં આવેલ હોય જે અનુસંધાને મહેન્‍દ્ર બગડીયા પોલીસ અધિક્ષક સુરેન્‍દ્રનગરનાઓએ સદરહું ડ્રાઇવ દરમ્‍યાન અસરકારક કામગીરી કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે આધારે આર.બી.દેવધા, નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીજનના માર્ગદર્શન હેઠળ સ્‍કોડના એ.એસ.આઇ બાલજીભાઇ રત્‍નાભાઇ પરમાર તથા રણછોડભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્‍સ.ચેતનપરી ગોસાઇ વિ.સ્‍કોડના માણસો ધ્રાંગધ્રા તાલુકા પો.સ્‍ટે. વિસ્‍તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકીકત મળેલ કે.આજથી દોઢેક વર્ષ પહેલા ધ્રા.તાલુકાના ઉમીયા ભવાની હોટલ પાછળથી ધ્રા.તાલુકા.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૪/૧૮ પ્રોહી.ક.૬૫ ઇ,૧૧૬ બી, ૮૧ વિ.મુજબનો ગુનો દાખલ થયેલ છે.

જે ગુનામાં આરોપી ચેતનભાઇ મોમાભાઇ રામાભાઇ ભરવાડ મેવાડા ઉ.વ.૨૩ રહે.ધ્રાંગધ્રા હળવદ રોડ ભવાની નગર તા.ધ્રાંગધ્રા વાળા મળી આવતા પંચો રૂબરૂ પંચનામુ કરી સી.આર.પી.સી.ક.૪૧ (૧)આઇ મુજબ ધોરણસર અટક કરેલ છે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી ધ્રાં.તાલુકા પો.સ્‍ટે.સોંપી આપેલ છે.

 

(2:14 pm IST)