સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

સુદામડામાં ઠેર ઠેર ગંદકી

વઢવાણઃ સાયલા તાલુકાના સુદામડા ગામે ઠેર ઠેર ગંદકીનું પ્રમાણ વધી જતા રોગચાળો ફાટી નીકળ્યો છે તે બાબત સેતાજભાઇ યાદવે ટી.ડી.ઓ.ને રજૂઆત કરી છે. ગંદકીનું પ્રમાણ ખૂબજ વધી ગયુ છે જેના કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મેઇન જાહેર રસ્તો જેવો કે સ્કુલથી સ્મશાનની બાજુથી લઇને દેવીપૂજક વિસ્તાર, રબારી વિસ્તાર, નદીકાંઠે પગી વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી ગયુ છે જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે અને ગંદકીના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

(10:53 am IST)