સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ભોપાલ ખાતે યોજાયેલ સ્પર્ધાઓમાં

જસદણના મનહાલારીએ રાષ્ટ્રીય લેવલે બ્રોન્ઝ ગોલ્ડ મેડલ મેળવ્યા

જસદણ તા.૧રઃ જસદણના મોતીચોક નજીક પરાશર પ્રેસશેરીમાં રહેતો અને શહેરની વિખ્યાત શાળા સેન્ટ આલ્ફોનઝામાં ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મન ધર્મેશભાઇ હાલારીએ તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ સિટી ખાતે હુપ કવાન્ડોમાં તેની વયના અનેક સ્પર્ધકોને પાછળ રાખી રાષ્ટ્રીય લેવલે બ્રોન્ઝ રાજય લેવલે ગોલ્ડ મેડલ મેળવતાં  તેની શાળાના પ્રિન્સિપાલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતાં. હાલારી પરિવારના આ ઉત્સાહી બાળકએ નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેળવતા દરજી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે.

(10:51 am IST)