સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ઘોઘા-દહેજ-રો-રો ફેરી સર્વિસ પુઃન કાર્યરત થાય તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજુઆત

ભાવનગર, તા. ૧ર : ભાવનગર માટે આશાનું કિરણ ગણી શકાય એવી ઘોઘા-દહેજ-રો-રો ફેરી સર્વિસ તા. ર૪-૯-ર૦૧૯થી બંધ થયેલ છે. આ ફેરી સર્વિસ પુનઃશરૂ થાય તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ સ્તરે અધિકારીઓ અને પદાધિકારીઓને રજુઆત કરેલ છે. ઉપરાંત દિલ્હી રૂબરૂ જઇ કેન્દ્રના શીપીંગ વિભાગના રાજયકક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયાને પણ રજૂઆત કરેલ. દહેજ ખાતે યોગ્ય રીતે ડ્રેઝીંગ ન થતું હોવાના કારણે આ સર્વિસ બંધ થયેલ છે જેના માટે જીએમબીના અધિકારીઓની બેદરકારી કારણભૂતછે. ઝીરો લેવલ સુધી કાપ આવી ગયો ત્યાં સુધી જીએમબીના અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરતા આ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. બે માસ જેવો સમય થવા છતાં સર્વિસ શરૂ થયેલ નથી. રો-રો ફેરી સર્વિસના ઓપરેટર ઇન્ડીગો સીવ્યેઝ તરફથી આ ફેરી સર્વિસ તા. ર૦-૧૧-ર૦૧૯ સુધી શરૂ થઇ શકશે નહીં તેવી જાહેરાત કરવામાં આવેલ છે.

ચેમ્બર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા શીપીંગ વિભાગના રાજયકક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયાને પત્ર પાઠવી આ ફેરી સર્વિસ પુનઃ શરૂ થાય તે માટે રજુઆત કરેલ છે.

કેશના પ્રધાન મંત્રીશ્રીનો આ ડ્રીમ પ્રોજેકટ સત્વરે પુનઃ કાર્યરત થાય તે માટે ચેમ્બર દ્વારા ઉપરાોકત ત્રણેય મહાનુભાવોને પત્ર પાઠવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. આ પત્રોની નકલ ભાવનગરના સાંસદશ્રી અને બંને ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને મોકલવામાં આવેલ છે.

(10:50 am IST)