સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ઉનાના દરિયામાં બોટ ડૂબી : ખલાસીઓને અન્ય બોટના ખલાસીઓએ બચાવી લીધા

ઉના, તા. ૧ર : નવાબંદર ગામના મધદરિયે બોટમાં પાણી ભરાતા ડૂબી ગયેલ અને બોટના ૪ ખલાસીને બે બોટવાળાએ બચાવી લીધા હતા. બોટ ડૂબી જતા લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

નવાબંદર ગામે દરિયા કિનારેથી બે દિવસ પહેલા રીતેશભાઇ ભીખાભાઇ બાભણીયા બોટ અરૂકા ધરતી નંબર જીજે૧૪-એમએમ-૧૯૩પની બોટ ટંડેલ દિપકભાઇ બાબુભાઇ મજીઠીયા સહિત ૪ ખલાસી સાથે માછી મારી કરવા ગઇ હતી. મધદરિયે માછી મારી કરતા હતાં ત્યારે બોટમાં પાણી ભરાવા લાગતા ટંડેલ દિપકભાઇ તથા ખલાસી મહોનભાઇ વીરાભાઇ બાંભણીયા, રમેશ ઉકા જીવ બચાવવા દરિયામાં કુદી પડેલ હતા.

બીજી અન્ય બે બોટ રાજ રાજેશ્વરી તથા હરીપ્રસાદ નામની બોટ વાળા જોઇ જતા બીજાવી બોટમાં લઇ લીધા હતાં. નવાબંદર દરિયા કિનારે લાવેલ હતાં બોટને અન્ય બોટ જઇ લાવવાની તજવીજ હાથ ધરી છે. નવાબંદર દરિયા કિનારે આ વરસે મચ્છીમારી સીઝન શરૂ થયાની ૪ મહિનામાં પાંચથી વધુ બોટ ડૂબી જવાના ખલાસીઓના મોતના બનાવો બન્યા છે. માછીમારોને લાખોનું નુકશાન થઇ રહ્યું છે.

(10:45 am IST)