સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્‍ને કલેકટરને આવેદન અપાયું

પ્રભાસ પાટણ ,તા.૧૨:ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે આજરોજ વિવિધ તાલુકાના ખેડુત આગેવાનોની સાથે રહી કિશાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણભાઈ જોટવા, દાનાભાઈ સોલંકી. નગાભાઈ બારડ,નારણભાઈ સોલંકી,અભયભાઈ જોટવા.વિનોદભાઈ બારડ, દેવસીભાઈ સોલંકી, રાણાભાઈ ચુડાસમા વગેરે ખેડુતોની આગેવાનીમા ગીર સોમનાથ કલેકટર સાહેબ ને આવેદન આપી ચાલુ સાલે કમોસમિ વરસાદને કારણે ખરીફ પાકને થયેલ નુકશાન અંગે તાત્‍કાલિક વળતર ચુકવવુ તેમજ ખેડુતોને સહેલાઈથી વળતર મળી રહે તેવી સુવિધા ઉપલબ્‍ધ કરવી

વધુમાં નારણભાઇ એ જણાવેલ કે ચોમાસાના શરૂઆતથી વાયુ વાવાઝોડાને કારણે બાગાયત પાકને જે નુકસાન થયેલ હતું તેમાં પણ સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી હતી તે દ્યણા ખેડૂતો ને આજ સુધી મળી નથી અને જે ખેડૂતો ને સહાય મળેલ છે તેવા ખેડૂતો ને ન જીવી રકમ આપી ખેડૂતો ની મજાક થઈ હતી એવી જ રીતે હાલના સમય માં કમોસમી વરસાદ ના કારણે જે ખેડૂતો નો પાક નિષ્‍ફળ ગયો છે પશુઓ નો ચારો નિષ્‍ફળ ગયો છે

આવનાર વર્ષ ખેડૂતો માટે ખૂબ કફોળી હાલત માં હોઈ એવા સમયમાં પણ સરકાર દ્વારા જે સહાય ચુકવવાની જાહેરાત થાય એમાં નજીવી રકમ ચૂકવી અને ફરી પાછી ખેડૂતો ની મજાક ન થાય અને ખેડૂતો પ્રત્‍યેક જો રાજય સરકાર સંવેદનશીલ હોય તો તત્‍કાલિક તાલુકા દીઠ પેકેજ જાહેર કરે અને ખેડૂતોને વિધા દીઠ ૧૦૦૦૦ની સહાય કરવામાં આવે તો જ ખેડૂતોને આ કફોડી હાલતમાંથી બચાવી શકાય અને આ તકે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેઇ નહીંતર આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે એવી નારણભાઇ જોટવાએ ચીમકી ઉચ્‍ચારી હતી.

(10:38 am IST)