સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

મુસ્‍લિમ સમાજ દ્વારા જેતપુર તાલુકા પીએસઆઈ ગોજીયાનું સન્‍માન કરાયું:

જેતલસરઃગઈકાલે જેતલસર જંક્‍શનમાં મુસ્‍લિમ સમાજ દ્વારા મહંમદ પયંગબરની જન્‍મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઝુલુસ દરમિયાન જંક્‍શનમાં સરબત અને ન્‍યાઝનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઈદ-એ મિલાદની ઉજવણી માટે કોઈ અનિચ્‍છનીય બનાવ ના ઉભો થાય તે માટે જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ ગોજીયા સહિતના સ્‍ટાફે ચુસ્‍ત બંદોબસ્‍ત રાખ્‍યો હતો. આ તકે મુસ્‍લિમ સમાજના પ્રમુખ અબ્‍દુલભાઇ જમાલભાઈ બ્‍લોચ અને ઉપ પ્રમુખ રફીકભાઈ એહમદભાઇ શેખ દ્વારા ફોજદાર ગોજીયાનું હારતોરાથી સન્‍માન કરાયું હતું.તે પ્રસંગની તસ્‍વીર(તસ્‍વીરઃ કુલદીપ જોશી, જેતલસર)

(10:36 am IST)