સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th October 2021

મેંદરડામાં રાત્રે સામ સામી મારામારી, ૮ થી વધુને ઇજા

કુલ ૩પ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨  : મેંદરડાના વણકરવાસમાં ગત રાત્રે મોટાપાયે સામ સામી મારા મારી થતાં બંને પક્ષના ૮ થી વધુ માણસોને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવમાં પોલીસે કુલ ૩પ શખ્સો સામે ફીરયાદ તપાસ હાથ ધરી છે.

આ અંગનેી વિગતો એવી છે કે જુનાગઢ જિલ્લાના મેંદરડાનો વણકરવાસમાં રહેતા જેન્તીભાઇ કરસનભાઇ વાળા (ઉ.વ.પપ) સાથે પાડોશ મુકેશ દાનાભાઇ મકવાણા વગેરેએ તુ શું કામ જીઇબીમાં અરજી કરે છે. તેમ કહી માથાકુટ કરી હતી.

બાદમાં મુકેશ દાના તેમજ રતિલાલ ભીખાભાઇ, હસમુખભાઇ ગોવિંદ વગેરે ર૩ જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી કુહાડી, પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં જેન્તી વાળા વગેરેને ઇજા થઇહ તી. સામા પક્ષે રોહિત જેન્તીભાઇ વાળા, જેન્તીભાઇ કરસન સહિતના ૧ર શખ્સોએ અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી હરસુખ ગોવિંદ મકવાણા વગેરે ઉપર પાવડા તેમજ લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો.

જેમાં હરસુખ ગોવિંદ અને અન્યને ઇજા પહોંચી હતી સામસામી મારારીના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો. હુમલાનીજાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

બંને પક્ષના ૮ જેટલી વ્યકિત ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

સામ સામા હુમલાના બનાવમાં પોલીસે જેન્તી વાળાની ર૩ શખ્સો સામે અને હરસુખ મકવાણાની ૧ર શખ્સો સામે ફરિયાદ  લઇ તમામની સામે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ મોરી ચલાવી રહયા છે.

(1:10 pm IST)