News of Tuesday, 12th October 2021
અમરેલી જિલ્લામાં મેગા વેકસીનેશન ડ્રાઇવને બહોળો પ્રતિસાદ
અમરેલી,તા.૧૦ : આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેકસીનેશન ડ્રાઈવ અંતર્ગત ૨૭૬ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૬૦૦ જેટલા કર્મીઓએ ૧૧ હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપી હતી. આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે એક જ દિવસમાં જિલ્લામાં ૩૭૨૧ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અને ૭૮૪૭ લોકોને વેકસીનનો બીજો ડોઝ આપી કુલ ૧૧૫૬૮ લોકોને વેકસીન આપવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં ૨૦૬૫ અને સૌથી ઓછું લીલીયા તાલુકામાં ૨૬૬ જેટલું વેકસીનેશન થયું હતું. હજુ પણ કોવિડ વેકસીન લેવામાં વંચીત તમામને તાત્કાલિક અસરથી વેકસીન લેવા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.
(1:02 pm IST)