સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th October 2019

ત્રિદિવસીય ભાલકેશ્વર રથયાત્રાનું જુનાગઢમાં આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત શહેરમાં ઠેરઠેર તોરણોનો શણગાર

સજાયા તમામ સમાજોએ દર્શનનો લાભ લીધો ૫૦૦ જેટલા યુવાનો એ વ્યસન મુકિતનો સંકલ્પ કર્યોઃ સાધુ સંતોએ પણ કર્યું સ્વાગત સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી આહિર સમાજ ઉમટી પડયા

જુનાગઢ,તા.૧૨: ગુજરાત આહિર સમાજ સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા તિર્થ ખાતે મંદિર પર ધ્વજારોહણ અને સુર્વણશિખરને સાકાર સ્વરૂપ આપવા માટે ત્રિદિવસીય ભાલકેશ્વર મહોત્સવનું આયોજન કરાવ્યું છે જેના ભાગરૂપે દ્વારકાથી ૧૦ ઓકટોબરના રોજ ધ્વજારોહણ સાથે ધર્મધ્વજા રથયાત્રા યોજાઇ છે.

આ રથયાત્રા આજે સવારે ૯:૩૦ કલાકે જુનાગઢના દોલતપરા સ્થિત શ્રી સ્વામીનારાયણ ગેટ પાસે આવી પહોચતા આહિર સમાજના મનિષભાઇ નંદાણીયા ગોંવિદભાઇ મારૂ, હરદાસભાઇ વાઢેર તેમજ પુનિતભાઇ કરમુર સહિતના  આગેવાનો તેમજ તમામ સમાજનન લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું બાદમાં આ યાત્રા મજેવડી ગેડ આવી પહોચતા સાધુ સંતો દ્વારા પણ સ્વાગત કરાયું હતું આ રથયાત્રામાં અંદાજે ૧ હજાર મોટરકાર અને ૨ હજાર જેટલા મોટર સાઇકલો જોડાયા હતાો. આ રથયાત્રા વિવિધ વિસ્તારમાં ભ્રમણ કરી બપોરે ટીંબાવાડી સ્થિત દેવાયત બોદરની પ્રતિમાં ખાતે યાત્રિકોને ફુડ પેકેટ વિતરણ કરાયા હતા. અને ૫૦૦ જેટલા લોકોએ વ્યસન મુકિતનો સંકલ્પ કર્યો હતો. આ રથયાત્રાને લઇને શહેરમાં ઠેરઠેર નાળીયેરીની કમાનો ધજા પતાકા લગાવી દિવાળી જેવો માહોલ ઉભો થયો હતો. આ રથયાત્રાએ બપોરે કેશોદ જવા પ્રસ્થાન કર્યું હતું તેની સાથે જુનાગઢ આહિર સમાજના યુવાનો વડીલો પણ જોડાયા હતા.

(12:55 pm IST)