સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

ઓખા પ્રથમ નોરતે મૉ જનદંબા ને વધાવવા નાની બાળાઓ મૉ ની આરતી કરીને ગરબીનો શુભ પ્રારંભ કર્યો

ઓખા : ઓખા પ્રથમ નોરતે મૉ જનદંબા ને વધાવવા નાની બાળાઓ મૉ ની આરતી કરીને ગરબીનો શુભ પ્રારંભ કર્યો હતો. ઓખા ના તમામ માતના મંદિરોમાં નાની બાળાઓ પ્રાચીન ડ્રેસમાં ગરબે રમી નવરાત્રીને વધાવતી હતી. તમામ મંદિરોને લાઇટ ડેકોરેશન થી સણગારવામાં આવ્યા હતા. દશેરા સુધી તમામ બાળાઓ જુદા જુદા ડ્રેસ પહેરીને બાળાઓ ગરબ ેરમશે. રઘુવંશી ગરબી તથા નવી બજાર ગરબીમાં બહેનો પ્રાચીન ગરબા સાથે અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે. તસ્વીરમાં ગરબે ઝુમી રહી ભકિત કરતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર ભરત બારાઇ)

(1:40 pm IST)