સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

ઘોઘા-દહેજ રો-પેકસ ફેરી સર્વિસના સુવિધાથી સજ્જ જહાજનું આગમનઃ ટૂંક સમયમાં આગમન

ભાવનગર તા. ૧ર :.. ઘોઘો દહેજ રો-પેકસ ફેરી સર્વિસનું અતિઆધુનિક જહાજ ગઇ પ્રથમ નવરાત્રીની રાત્રે ઘોઘા ટર્મિનલ ખાતે આવી પહોંચ્યું છે. હવે ટૂંક સમયમાં રો-પેકસ સર્વિસનું ઉદઘાટન થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકી ઘોઘા દહેજ રો-પેકસ ફેરી સર્વિસના લોકાર્પણના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે ગઇકાલે મધરાત્રે પ્રથમ નવરાત્રીના દિવસે ફેરી સર્વિસમાં ચાલનાર કોરીયાનું ઝાંઝરમાન વેસલવોએઝ સીમ્ફની ઘોઘા બંદરે આવી પહોંચ્યુ છે. હવે ટૂંક સમયમાં આ સર્વિસનું લોકાર્પણ થતા લોકો મુસાફરી કરી શકશે સાથે ૬૦ ટ્રક અને બસ ૩પ કાર અને પરપ મુસાફરોની વહન કરવાની સમતા ધરાવે છે.  પ્રથમ માળ ટ્રક અને બસ માટે છે બીજો માળ કાર માટે છે ત્રીજો માળ મુસાફરો માટે છે. જેમાં ત્રણ કેટેગરીની વ્યવસ્થા રાખવામાં આવી છે બીઝનેસ, એજયુકેટીવ  અને એકોનોમીક કલાસ સંપૂર્ણ એરકન્ડીશન બનાવ્યા છે. જયારે ચોથા માળે કેપ્ટન રૂમ છે. કોરીયાથી આ જહાજમાં અનેક સવલતો ચિનમાં ફીટ કરાઇ છે. આ જહાજમાં રેસ્ટોરન્ટ અને લોજ અને કોન્ફરન્સ હોલ બનાવાયા છે. ટૂંક સમયમાં શરૂ થતા આ રો-પેકસ સર્વિસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એક બનશે અને ધંધા રોજગારના અનેક દ્વાર ખુલશે. (પ-૧૧)

(12:08 pm IST)