સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

સ્મૃતિ ઇરાની કચ્છમાં : રાજવી મદનસિંહજીની પ્રતિમાનું અનાવરણ

દત્તક લીધેલા નિરોણા ગામમાં ૧ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત

ભુજ તા. ૧૨ : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે વહેલી સવારે દિલ્હી થી ભુજ આવી પહોંચ્યા હતા. સવારે ભુજ મધ્યે કચ્છ ના રાજ પેલેસ શરદબાગ પાસે રાજાશાહીના કચ્છના અંતિમ રાજવી મહારાઓશ્રી મદનસિંહજી ની પ્રતિમાનું અનાવરણ કરીને તેમણે મહારાઓશ્રી મદનસિંહજી માર્ગને ખુલ્લો મુકયો હતો.

આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમનસિંહ સોઢા, સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજનો કાર્યક્રમ પૂર્ણ કરીને સ્મૃતિ ઈરાની નિરોણા પહોંચ્યા હતા. ભુજ થી ૩૨ કીમી દૂર આવેલું નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ વિવિધઙ્ગ હસ્તકલા માટે વિખ્યાત છે.

કેન્દ્ર સરકારના કાપડમંત્રી તરીકે સ્મૃતિ ઈરાનીએ નિરોણા ગામને સાંસદ આદર્શ ગામ તરીકે દત્ત્।ક લીધું છે. તેમણે આજે પોતાની ગ્રાન્ટ માંથી ૧ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો નું ખાતમુહુર્ત કર્યું હતું. તો આ પસંગે નિરોણા ગામે યોજાયેલી જાહેરસભામાં તેમણે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટ માંથી સરહદી કુરન ગામે ૧ કરોડ ૩૦ લાખ રૂ.ના ખર્ચે નિર્માણ થયેલા વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયેલા વિવિધ વિકાસ કર્યો ને બિરદાવ્યા હતા અને તેમના નેતૃત્વ માં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનો દાવો કર્યો હતો.(૨૧.૧૨)

(5:13 pm IST)