સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

જસદણ પેટાચૂંટણીમાં કુંવરજીભાઈ જ ભાજપના ઉમેદવારઃ ભરત બોઘરા

અમરાપુરનું પરિણામ સમગ્ર વિસ્તારનો જનમત નથી

રાજકોટ, તા. ૧૨ :. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ કુંવરજીભાઈ બાવળિયાને ન લડાવે તેવી સંભાવનાને જિલ્લા ભાજપના મહામંત્રી ભરત બોઘરાએ નકારી કુંવરજીભાઈને જ ઉમેદવાર ગણાવ્યા છે.

ભરત બોઘરાએ જણાવેલ કે જસદણ ક્ષેત્રને પ્રથમ વખત કેબીનેટ મંત્રી પદ મળ્યુ છે. કુંવરજીભાઈ માટે કાર્યકરો અને પ્રજામાં ભારે ઉત્સાહ છે. ભાજપના ઉમેદવાર તરીકે તેઓ જ ચૂંટણી લડશે. તાલુકા પંચાયતની એક બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવાર પસંદગીમાં ભૂલ અથવા અન્ય કોઈ કારણસર ભાજપ માટે અપેક્ષિત પરિણામ ન આવ્યું હોય શકે. એક બેઠકનું પરિણામ એ સમગ્ર વિધાનસભા વિસ્તારનો જનમત નથી. કુંવરજીભાઈની ઉમેદવારી વિશે શંકાને કોઈ સ્થાન નથી. તેઓ ખૂબ સારી રીતે જીતશે.(૨-૫)

(12:01 pm IST)