સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી- ધાકધમકી આપી વારંવાર બળાત્કાર

મજબુરીનો ફાયદો ઉઠાવી ધાક ધમકી આપી મન પડે ત્યારે શારીરિક શોષણ કરતો

 મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં ધાક ધમકી આપી ઘરમાં ઘુસી શખ્સ દુષ્કર્મ ગુજારતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.

આ ચોંકાવનારી ઘટનાની વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર કારખાનામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભાવેશ રાજાભાઈ ગમારા નામના યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં આરોપી ભાવેશ દિવસે દિવસે યુવતીની મજબુરીનો ફાયદો  ઉઠાવી ધાક ધમકી આપી મન પડે ત્યારે શારીરિક શોષણ કરતો હોવાથી કંટાળી જઈ આજે અંતે  યુવતીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

(8:05 pm IST)