મીઠાપુરમાં ટાટા ટાઉનશીપના કવાર્ટરમાં દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકીઃ આઠ ઝડપાયા
ખંભાળીયા, તા.૧૨: મીઠાપુરના ટાટા ટાઉનશીપ જુના હાઉસીંગ ફલેટના કવાર્ટર નં.૨૮૬માં રહેતો કરશનભા મુરૂભા હાલથલ પોતાના કવાર્ટરમાં મિત્રોને બોલાવી દારૂની પાર્ટી કરતો હોવાની જાણ પોલીસનેુ કરવામાં આવતાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં દારૂની મોજ માણતાં દિનેશ ગોવિંદ પરમાર રહે. મહુડી તા.રાજકોટ, ભાવીન મનસુખ જટાણીયા રહે.આરંભડા, પરેશ સોમજી વાળા રહે.મહુડી રાજકોટ, નિલેશ હિરા પરમાર રહે.મહુડી રાજકોટ, અક્ષય રમેશ ગોસ્વામી રહે.આરંભડા, હિતેશ જેસીંગ ઝાલા રહે.આરંભડા, સાગર અશોક સામાણી રહે. આરંભડા તથા મકાન માલિક કરશનભા મુરૂભા હાથલને ઝડપી લઇ દારૂની બોટલો, બાઇટીંગ તથા અર્ટીકા કાર અને સાત મોબાઇલ મળી કુલ ૪,૬૮,૫૫૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેફીલ ઉપર પોલીસ ત્રાટકતાં કેટલાક શખ્સોને તો નશો ચડે પહેલાં જ ઉતરી ગયો હતો અને હાજા ગગડી ગયાં હતાં.