સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

સાત દિવસથી સાત માછીમારો સાથે ગુમ પોરબંદરની બોટ મળી આવતા હાશકારો

એન્જીનમાં ખામી સર્જાતા લાપતા થયેલ : અન્ય ફિશિંગ બોટ અને માછીમારો ટોઇંગ કરીને પોરબંદર લાવ્યા

 

પોરબંદરની લાપતા થયેલી ફિશિંગ બોટ 7 દિવસ બાદ અંતે મળી આવી છે. એક સપ્તાહ પહેલાં માછીમારી માટે નીકળેલી બોટ અને 7 માછીમારો સમુદ્રમાંથી લાપતા થઈ ગયા હતા. ત્યારે અંગે સુરક્ષા એજન્સી અને માછીમારોએ શોધ કરતા, 7 દિવસ બાદ બોટ અને માછીમારો મળી આવ્યા હતા. એન્જિનમાં કોઈ ખામી આવતા બોટ સમુદ્રમાં લાપતા થઈ ગઈ હતી. ત્યારે બોટ મળી આવતા અન્ય ફિશિંગ બોટ અને સવાર માછીમારોને ટોઈંગ કરી પોરબંદર લાવવામાં આવ્યા હતા.

(11:22 pm IST)