સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

દ્વારકા - પોરબંદરને જોડતા વર્તુ 2 ડેમમાં પાણીની વધતી આવક :10 ગામોને એલર્ટ

પોરબંદર નજીક આવેલો વર્તુ 2 ડેમમાં પણ પાણીની આવક વધી છે. વર્તુ 2 ડેમ 70 ટકા સુધી ભરાઈ ગયો છે. વર્તુ 2 ડેમ દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતો ડેમ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધી છે. હાલ પોરબંદરના મિયાણા, મોરાણા, પારાવાડા, રોજીવાળા, ભોમિયાવાદર, ઈશ્વરીયા સહિતના 10 ગામોને એલર્ટ કરાવામાં આવ્યા છે.

(2:06 pm IST)