News of Thursday, 12th September 2019
બાબરા પાસેનો રામપરા ડેમ 4 વર્ષ બાદ ઓવરફ્લો : કરીયાણા ડેમ હજુ 3 ફૂટ ખાલી
અમરેલી જિલ્લાના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. લાંબા સમયગાળા બાદ રામપરા ડેમ ઓવરફ્લો થતા આ પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામપરા ડેમ ઓવરફ્લો થતા આ વિસ્તારની હજારો એકર જમીનમાં શિયાળુ પાક સારો ઉતરે તેવી ખેડૂતોને આશા જન્મી છે. જોકે રામપરા ડેમ ઓવરફ્લો થવાની સાથે જ પાણીની સમસ્યા દૂર થઇ છે. જોકે બાબરા પંથકમાં આવેલો કરીયાણા ડેમ હજુ 3 ફૂટ ખાલી છે.
(2:04 pm IST)