સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ભાવનગરમાં પાનવાડી ચોકમાં ગણેશજી સ્થાપનાના અંતિમ દિવસે કિન્નર સમાજ દ્વારા શ્રીજીની આરતી

કિન્નર સમાજે વિર માંધાતા કોળી સંગઠનનો આભાર માન્યો

ભાવનગરમાં વિર માંધાતા સંગઠન દ્વારા સાત વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર વિર માંધાતા કોળી સંગઠન દ્વારા શહેરના પાનવાડી ચોક ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 સંગઠનના અધ્યક્ષ રાજુ સોલંકીના એક નવી વિચાર ધારાએ ગુજરાતમાં ભાવનગરનું નામ રોશન થાય તેવું કાર્ય કર્યું છે. જ્યારે આજે ગણેશજી વિદાય લઈ રહ્યા છે, ત્યારે ગણેશજીની સ્થાપનાના અંતિમ દિવસની સંધ્યાએ કિન્નર સમાજ દ્વારા ભગવાન ગણેશજીની આરતી ઉતારવાંમાં આવી હતી.

  આમ તો કિન્નર સમાજ બહુચરાજી માતાના ઉપાસક હોય છે, પરંતુ ગણેશ ઉત્સવ દરમ્યાન થતાં ભવ્ય આયોજનમાં ભગવાન ગણેશજીની આરતી ઉતારી આશિર્વાદ મળે અને જે વિચારધારા આજ સુધી કોઇએ ન અપનાવી હોય તેમ આયોજન કરવામાં આવતા કિન્નર સમાજે વિર માંધાતા કોળી સંગઠનનો આભાર માન્યો હતો.

(1:25 pm IST)