સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

પોરબંદર જિલ્લામાં ર૪ કલાકથી ઝાપટારૂપે ૩ થી ૪ ઇંચ : સવારે ૧ ઇંચ : મોસમનો કુલ ૧૦ર ટકા વરસાદ

ફોદારા જળાશય ઓવરફલો થવામાં ૬ ફુટ બાકી : ખંભાળા જળાશય અર્ધો ભરાયો : પાણીની સમસ્યા હળવી

પોરબંદર, તા. ૧ર : પોરબંદર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકથી ઝાપટારૂપે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં આજે સવાર સુધીમાં ૩ થી ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૯ વાગ્યા બાદ ઝરમર એક ઇંચ વરસાદ પડી ગયો હતો. દરિયાકાંઠે બેથી અઢી ફૂટ મોંજા ઉછળી રહેલ છે.

સવાર પુરા થતાં છેલ્લા ર૪ કલાકમાં જિલ્લા કન્ટ્રોલ મુજબ વરસાદ પોરબંદર ૭૧ મીમી (૮૦ર મીમી), સવારે ૬ થી ૮, ર૪ મીમી, રાણાવાવ ૮૦ મીમી, (૭૦૯ મીમી) સવારે ૬થી ૮, ૪૩ મીમી, કુતિયાણા ૮૪ મીમી (૭૧ર મીમી) સવારે ૬થી ૮ સુધીમાં ર૮ મીમી, ખંભાળા જળાશય ૩૯ મીમી (પ૭ર મીમી) નવા પાણીની આવક ૧.૪ ફુટ હાલ સપાટી ર૦ ફુટ તેમજ ફોદારા જળાશય ૬૩ મીમી (૬ર૬ મીમી) નવા પાણીની આવક ૧.૮ ફુટ હાલ સવારે ૩૧.૧૧ ફુટ ઓવરફલો થવામાં પ.૧ ફુટ બાકી રહેલ છે. જિલમાં મોસમનો ૧૦ર ટકા વરસાદ પૂર્ણ થયો છે. ફોદારા જળાશય ઓવરફલો થવામાં ૬ ફુટ બાકી રહી ગયું છે. ખંભાળા જળાશય અર્ધો ભરાય ગયેલ છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ વરસાદ ૯૪.૭ મીમી (૯૧૭.૮ મીમી) નોંધાયેલ છે.

(1:17 pm IST)