સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

સાવરકુંડલા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

સાવરકુંડલાઃ લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. વિદ્યાર્થી સન્માન સમારોહનાં અધ્યક્ષ સ્થાને માજી સાંસદ મુરબ્બી નવિનચંદ્રભાઈ રવાણી હતા. જલારામ મંદિરનાં પૂજ્ય શ્રી રમુદાદા આશિર્વાદ આપવા પધાર્યા હતા. અધ્યક્ષ રવાણીભાઈ, જાણીતા સેવાભાવી ડો. જે.બી.વડેરા, રમુદાદા અને બહારગામથી પધારેલા મહેમાનોના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. બાદમાં મહેમાનોનું પૂષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. બાદમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા ડો. વડેરાએ શિખ આપી હતી કે જીવનમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરો સાથે વિનય અને વિવેકી બની રહો. વિનય અને વિવેકથી સમાજમાં આગવી છાપ પડે છે. સમારંભના અધ્યક્ષ શ્રી રવાણીભાઈએ ઉપસ્થિતોને જણાવ્યુ છે કે તમારા જે આદર્શ હોય તેના વિચારોને જીવનમાં અનુસરવા અપીલ કરી હતી. મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણીએ પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતુ. બાદમાં મોટી સંખ્યામાં હાજર રહેલા જ્ઞાતિના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં ધોરણ એકથી ડીગ્રી સુધી અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલા તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષક શિલ્ડ અને ગીફટ તથા સર્ટીફીકેટ આપી સન્માનવામાં આવ્યા હતા તો હાજર રહેલા અન્ય તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પણ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. પારીવારીક માહોલ અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં યોજાયેલ સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમ બાદ લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત જ્ઞાતિજનો માટે સ્વરૂચી ભોજન યોજવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે લોહાણા મહાજનની સમગ્ર ટીમના સહયોગ અને માર્ગદર્શન નીચે સંસ્થાના મંત્રી હાર્દિકભાઈ ખીમાણીએ સખત જહેમત ઉઠાવી હતી (તસ્વીર-અહેવાલઃ દિપક પાંધી-સાવરકુંડલા)

(1:13 pm IST)