સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહી થતા લોકો ત્રાહીમામઃ લક્ષ્મીપરા ત્થા ધ્રાંગધ્રા માર્ગ ઉપર ચક્કાજામ-૩ની ધરપકડ

 વઢવાણ તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સારો એવો વરસાદ વરસ્યો છે.ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે.ત્યારે જિલ્લા માં અંદાજીત બે દિવસ માં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે.ત્યારે જિલ્લા ના વોકલાઓ અને નદી નાળા ઓ બે કાંઠે વહી રહ્યા છે.

ત્યારે આટલો વરસાદ વરસતા જિલ્લા ની સુરેન્દ્રનગર નગરપાલિકા ની પરિમોન્સૂન કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ત્યારે આટલો વરસાદ આવતા અને સુરેન્દ્રનગર ની શેરીઓ અને ગલીઓ માં વરસાદી પાણી જવા નો કોઈ જાત ની વેવસ્થા જ નથી..

જેના કારણે જિલ્લા ની શેરી ગલીઓ ના રોડ ઉપર વરસાદી પાણી નો ભરાવો થઈ રહો છે.ત્યારે જિલ્લા ના જનતા આ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ન હોવા ના કારણે પરેશાન બની છે.ત્યારે સુરેન્દ્રનગર ની બહુચર હોટલ પાસે આવેલી સોસાયટી માં પોતાના ઘરો વરસાદી ગંદા પાણી નો ભરાવો થયો છે.

ત્યારે અનેક વખત રજુઆત કરવા છતાં નગરપાલિકા આ બાબતે ધ્યાન ન દેતા વોર્ડ નો ૧ માં આવલે બહુચર હોટલ પાસે ની સોસાયટી વિસ્તારમાં રહેતા અને વરસાદી પાણી નો નિકાલ શેરીઓ માંથી ન થતા રોડ પર બેસી ચક્કા જામ કર્યો હતો.અને નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.

ત્યારે આ ધાગધ્રા બાયપાસ એક કલાક થી વધુ ત્યાં ના રહેવસીઓ દવારા બ્લોક કરવા માં આવીયો હતો.અને આગામી સમય માં નગરપાલિકા દવારા આ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ની માંગ કરી હતી. જો નિકાલ નહીં થાય તો આગામી સમય માં ઉગ્ર વિરોધ ની માંગ કરી છે..

 સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય છે.ત્યારે હવે વરસાદી પાણી ભારવા ના કારણે મચ્છર નો ઉઅપદ્રવ પણ વધ્યો છે.ત્યારે ખાસ કરી લક્ષ્મી પરા વિસ્તારમાં ડેંગ્યુ ના ૧૦ થી વધુ હાલ પોઝીટીવ કેસ છે...

ત્યારે લોકો ની રાજુઆત કોઈ સાંભળતું ન હોવા ની બૂમ રાડ પણ ઉઠી છે.કોર્પોરેટર ડોકિયું ન કરતા હોવા નું વિસ્તાર ના રહેવાસીઓ દવારા જાણવા મળી રહ્યું છે..

ત્યારે શહેર ના જાગૃત નાગરિક કમલેશ ભાઈ કોટેચા આ રસ્તા રોકવા માં જોડાતા કમલેશ ભાઈ સહિત બે ની ધરપકડ કરવા માં આવી હતી.ત્યારે કમલેશ ભાઈ એ જણાવ્યુ હતુ કે આગામી સમય માં જો શહેર માં આવી ને આવી હાલત રહેશે તો હું લડતો રહીશ ભલે મારી ધરપકડ થાય તેમ જણાવ્યુ હતું.

(1:12 pm IST)