સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

વેરાવળના નાખડા ગામના માજી સરપંચનુ નદીમાં ડૂબી જતાં મોત

ઘરની સામે આવેલ વાડીએ જતાં અને કપીલ નદીમાં પાણી આવી જતા

પ્રભાસ પાટણ, તા ૧૨:વેરાવળ તાલુકાના નાખડા ગામના માજી સરપંચ પોતાના ધર ની સામે આવેલ ખેતરમાં જવા માટે નદીમાંથી પસાર થઈ અને વાડી એ જતાં હતાં એવા સમય કપીલ નદીના પાણીના પ્રવાહમા વધારો થતા માજી સરપંચ ડુબી જતાં મોત નીપજયું હતું વેરાવળ તાલુકાના નાખડા ગામે રહેતા માજી સરપંચ કરશનભાઇ ભગવાન ખુટડ ગઇકાલે બપોરેના સમય ધરની સામે આવેલ વાડીએ ઢોર માટે ધાંસચારો લેવા ગયેલ હતા ત્યારે વાડી એ જવા માટે કપીલ નદીમાં પસાર થતી વખતે અચનાક પાણીનો ધોધ નદીમા વધી જતાં કરશનભાઇ ડુબી ગયેલ હોય આ વાતની જાણ સમયસર કરશનભાઇ ઘરેન આવતા પરિવારના લોકો એ ગામમાં શોધખોળ શરૂ કરી હતી પણ કપિલ નદીના કિનારે શોધખોળ હાથ ધરતા કરશનભાઇની અમુક ચીજવસ્તુ ઓ નદી ના કાંઠે મળી આવેલ જેથી ગામના અન્ય લોકોને નદીમાં ડુબી ગયાનુ માલુમ પડયું હતું જેથી ગામના લોકો એ તલાટી મંત્રી અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાંને જાણ કરતા તેઓ મામલતદારને ફોન કરી અને બનાવ અંગે જાણ કરતા મોડી રાત્રે મામલતદાર સહિત ની ટીમ નાખડા ગામે પહોંચ્યા હતી અને કપિલ નદીમા શોધખોળ હાથ ધરી હતી પણ ગામનો એક સાહસિક યુવાન મોડી રાત્રે બાર વાગ્યાના સમય દરમ્યાન રામભાઇ એકલા શોધખોળ કરતા નદીમાંથી ડુબેલી હાલતમાં કરશનભાઇનુ મૃત્યુદેહ મળી આવેલ જેથી તેઓને બહાર કાઢી અને પી એમ માટે પ્રભાસ પાટણ હોસ્પિટલમા ખસડેવામ આવ્યા હતા આ વાતની જાણ ગામના સામાજિક કાર્યકર ગોવિંદભાઇ ચાવડા, તેમજ સરપંચ ભીખાભાઇતેમજ વજુ ખુટડ સહિત ના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા ગોવિંદભાઇ ચાવડા ના જણાવ્યા અનુસાર કરશનભાઇ ખુટડ ૧૫ વર્ષ સુધી નાખડા ગામ ના સરપંચ રહી ચૂકયા છે અને તેઓ એ ગામના અનેક વિકાસ ના કામ કર્યો છે તેમના પરિવાર મા બે દિકરા અને બે દિકરીઓ છે આ ધટના બનતા નાનુ એવુ નાખડા ગામ શોકમય બન્યુ છે, તેમ જણાવ્યું હતું (તસવીર- દેવાભાઈ રાઠોડ. પ્રભાસ-પાટણ)

(12:02 pm IST)