સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

વડીયાનો સુરવોડેમ ઓવરફલો થવાને માત્ર એક ફૂટ બાકી તંત્ર દ્વારા અપાયું એલર્ટ

વડિયાના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા બેદીવસથી અવિરત વરસાદ થવાના કારણે વડિયા સુરવોડેમમાં નવા નીરની આવક શરૂ થતા ચોમાસુ પૂર્ણ થવાને આલે છે ત્યારે વડીયાનનો સુરવોડેમ નહોતો ભરાયો ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોમા ચિંતાનો દ્યાટ સર્જાયો હતો ગત રાત્રીથી અત્યાર સુધીનો વરસાદ ૯૫ મી.મી.સરકારી ચોપડે નોંધાયેલ છે તેમજ ભાદરવાએ ભરપુર પાણી વરસાવી દેતા માત્ર એકજ દિવસમાં મોટાભાગનું સુરવોડેમમાં પાણી ની આવક થતા ઓરફલો થવાને માત્ર એકજ ફૂટ બાકી રહેતા તંત્ર થયું ખડેપગે અને વડીયાના શહેરના કૃષ્ણપરા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા શહેરમાં માઇક રાખી એલાઉન્સ કરવામાં આવ્યું છે ત્યારે વડિયા સુરવોડેમ પર લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે છે અને વડિયા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં નવાનીરના વધામણા કરવા માટે ઉમટી પડયા તો બીજી તરફ વડિયાના બાવળ બરવાળા ગામે એક ફોરવિલ કાર પાણીમાં ફસાઈ હતી જે ગ્રામજનો દ્વારા જાનહાની વગર મહામહેનતે બહાર કઢાઈ હતી.(તસ્વીર. અહેવાલઃ દિવ્યાંગગીરી ગોસાઈ.વડિયા)

(12:00 pm IST)