સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

જામજોધપુરમાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન

જામજોધપુર : તાલુકા કક્ષાનું ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ર૦૧૯ વિનય વિદ્યા મંદિર ખાતે યોજાયું હતું. પાંચ વિભાગમાં કુલ ૪૧ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં તાલુકાનાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળ વિજ્ઞાનિકોએ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો. પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઇ સાપરિયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાચાર્યશ્રી ડાયેટ, લેકચરરશ્રી ડાયેટ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી. આાર. સી. કો. ઓર્ડિનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ર૦૧૯ ના નિર્ણાયકશ્રીઓ, દાતાશ્રીઓ, સી. આર. સી. કો. ઓર્ડિનેટરશ્રીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રીઓ, પોતાની કૃતિ સાથે બાળ વિજ્ઞાનિકો, વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન સી. આર. સી. કો. ઓર્ડિનેટર ભરતભાઇ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સફળ બનાવવા તાલુકાની શિક્ષણ વિભાગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. આ તાલુકાની વિવિધ શાળાના બાળકોએ તથા અન્ય નગરજનોએ ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન, ગણિત, અને પર્યાવરણ પ્રદર્શન ર૦૧૯ ને નિહાળ્યું હતું. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા -ખંભાળીયા)

(11:56 am IST)