સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ખુંટવડા જાલી નોટ પ્રકરણમાં વધુ એક સફળતા: એક આરોપીને ૩૪ હજારની જાલી નોટ સાથે ઝડપી લેતી ભાવનગર પોલીસ

 

ભાવનગર : જાલી નોટ પ્રકરણમાં પોલીસને વધુ એક સફળતા મળી છે વધુ એક આરોપીને 34 હજારની જાલી નોટ સાથે ભાવનગર પોલીસે ઝડપી લીધો છે

 ગત  તારીખ ૦૬/૦૯/૨૦૧૯ ના રોજ બાતમી આધારે ભાવનગર એસ..જી. પોલીસે ખુંટવડા ખાતેથી એક ડોકટર સહિત બે આરોપીઓને રૂપિયા ૨૬ હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી ભાવનગરના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ ગુન્હાની તપાસ એસ..જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ચલાવી રહ્યા છે

    ગુન્હામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૧ આરોપીઓને રૂપિયા .૦૭ લાખની જાલી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને આરોપીઓના રિમાન્ડ મેળવેલ હતા અને રિમાન્ડ પરના આરોપી ભાયાભાઇ ગુજ્જરે કબુલાત આપેલ હતી કે, તેને પરેશ તથા પ્રતિક પાસેથી જાલી નોટો લઇ પોતાના ભત્રીજા પ્રવિણભાઇને આપેલ છે જેથી પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે આરોપીને સાથે રાખી એલ.સી.બી. પોલીસની ટીમ ગીરગઢડા તાલુકાના મહોબતપુરા તપાસમાં મોકલેલ ત્યાથી એલ.સી.બી. ટીમે *આરોપી પ્રવિણભાઇ કથળભાઇ ગુજ્જર ..૨૭ રહેવાસી મહોબતપુરા તા. ગીરગઢડા રૂપિયા ૩૪ હજારની જાલી નોટો ( રૂપિયા ૨૦૦૦ ની ૧૭ નોટ) સાથે ઝડપી પાડેલ છે* અને ભાવનગર લાવવા તજવીજ કરેલ છે.

આમ એલ.સી.બી./એસ.ઓજી. પોલીસને ખુંટવડા ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૩૪૦૦૦/- ની જાલી નોટ સાથે એક આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આમ પ્રકરણમાં *હાલ સુધી ૧૨ આરોપીઓ ઝડપી ,૩૪,૭૦૦/- ની જાલી નોટો કબજે કરેલ છે

(1:17 am IST)