સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

રાજુલા જાફરાબાદની જીવાદોરી સમાન ધાતરવડી ૧ ઓવરફ્લો

મુખ્ય ડેમને ફ્યુઝ ગેટ ચડાવી ડેમમાંથી પાણી ન છોડવા આગેવાનો દ્વારા માંગણી

 રાજુલા જાફરાબાદ શહેરને પાણી પૂરો પાડતો તેમજ ૧૩ ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પડતા ધારેશ્વર ધાતરવડી ૧ ડેમ ઓવરફ્લો થતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે 

 રાજુલા શહેરમાં તેમજ જાફરાબાદ શહેરમાં  પીવાનું પાણી પૂરો પડતો ડેમ ધાતરવડી ૧ ધારેશ્વર ડેમ ઓવરફ્લો થતા તેને વધવામા આવ્યું હતું ઉપરાંત શહેરની મધ્યે આવેલો ધાતરવડી ૨ ખાખબાઈ ડેમ પણ ૯૦ ટકા ભરાઈ જતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે

આ બાબતે ખેડૂત આગેવાન બાબમાંમાં કોટીલા તેમજ ભરતભાઈ પરમાર મનોજભાઈ સંઘવી સહિતના આગેવાનોએ સરકારમાં પત્ર પાઠવી રજુઆત કરી હતી કે ધારેશ્વર ડેમ દર વર્ષે ભરાઈ જાય છે અહીં આવેલા ફ્યુઝ ગેટ વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે જો ફ્યુઝ ગેટ ચડાવામાં આવે તો વધુ પાણી સમાવી શકાય ઘણા વર્ષોથી આ પ્રશ્ન ઉકેલાતો નથી તો બીજો ખાખબાઈ ડેમ પણ ભરાઈ જાય છે વર્ષ દરમિયાન અહીં પાણી છોડી મુકાય છે આથી આ ડેમ ખાલી થઇ જાય છે ક્યાં કારણોસર આ પાણી છોડી દેવાય છે જો આ પાણી છોડવામાં નો આવે તો ગામના તળ ઊંચા આવે ત્યારે આ બંને પ્રશ્નો ઉકેલવા આગેવાનો રજુઆત કરવામાં આવી છે

(8:03 pm IST)