સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જામનગરમાં ૩ દિવસના બાળકનું અને બિમારીથી યુવકનું મોત

જામનગર, તા. ૧૧ : શીવનગર શેરી નં.૪ માં રહેતા ભીમશીભાઈ માલદેભાઈ ગોજીયા, .વ.૩૨, એ સીટી çí-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦--૧૯ ના આ કામે મરણજનાર બાબો ભીમશીભાઈ માલદેભાઈ ગોજીયા, ..૩ દિવસ રે. ગોફુલનગર સોયાના શેરી, શીવનગર શેરી ન.-, જામનગરવાળાનો જી.જી.હોસ્પિટલમાં જન્મ તા.--૧૯ ના નોર્મલ ડીલવરીથી બાળકનો જન્મ થયેલ હોય અને આજરોજ ૧૧-૦૦ કલાકે જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

બિમારી સબબ યુવાનનુ, મોત

લુવાવનાકા પાસે રહેતા રમેશભાઈ કારાભાઈ હાસુદરા, ..૩૭ એ સીટી çí-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦--૧૯ના આ કામે મરણ જનાર ભરતભાઈ કારાભાઈ હાસુદરા, ..૪૦, રે. ધુવાવનાકા પાસે કોળીવાસ, જામનગરવાળા ને છેલ્લા પાંચેક વર્ષથી ટી.બી.ની તથા લીવરની બિમારી હોય તથા તેઓ દ્યણા સમયથી પથારીવસ હોય આજરોજ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટર સાહેબે તપાસી મરણ ગયેલ જાહેર કરેલ છે.

કૃષ્ણનગરમાંથી ઈગ્લીશ દારૂ ઝડપાયો

અહીં સીટી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧૦--૧૯ ના કૃષ્ણનગર શેરી ન. ૧ માં આ કામના આરોપી વિમલ ઉર્ફે જાડો રામજીભાઈ મંગે રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ કાચની કંપની શીલ બંધ બોટલમાં નંગ-, કિંમત રૂ.૩૦૦૦/- નો મુદામાલ વેચાણ અર્થે રાખી ફરાર થઈ ગયેલ છે. આ અગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નેવીલ પાર્ક પાસે ઈગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો :એક ફરાર

અહીં સીટી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૦--૧૯ ના રણજીતનગર નેવીલ પાર્ક પાસે આ ક્રામના આરોપી જયદીપ ઉર્ફે જયલો ચંદ્રકાંતભાઈ જોઈસર પોતાના કબ્જા ભોગવટાની બ્લેક કલરની એકટીવા ગાડી જેના રજી.નં. જી.જે.૧૦-સી.બી-૭૧૧૩ કિંમત રૂ.૨૦,૦૦૦/- માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નગ-૧૨, કિંમત રૂ.૬,૦૦૦/- મળી કૂલ રૂ.૨૬,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના અન્ય આરોપી સંજય પરમાર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મચ્છાભાઈ નાગજીભાઈ બાંભવાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦--૧૯ ના ભેસદળ ચોકડી, રૂદ્ર હોટલ વિલેજ પાસે આ કામના ફરીયાદી મચ્છાભાઈ ને આ કામના આરોપીઓ રાણાભાઈ જેઠાભાઈ બાભવા, ટીડાભાઈ જેઠાભાઈ બાભવા એ લાકડી વડે હાથે તથા પગે મુઢ ઈજા કરી તેમજ આ કામના આરોપીઓ પરબતભાઈ રાણાભાઈ બાંભવા, ઈદુભાઈ મેપાભાઈ રે. ધોલવાળા એ જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:16 pm IST)