સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

કોઝવે પર પાણી ભરાતા માંગરોળ-કેશોદ માર્ગ બંધ-સુલતાનાબાદ પાસે પુલની રેલીંગ તુટી

બાંટવા ખારો ડેમ ઓવરફલોઃ ૬ દરવાજા ખોલાયા

 

જુનાગઢ, તા., ૧૧: જુનાગઢ જિલ્લામાં સવારથી ભારે વરસાદથી નુકશાનના સમાચાર પ્રાપ્ત થયા છે.

કોઝવે પર ભારે વરસાદથી પાણી ભરાતા માંગરોળ અને કેશોદ વચ્ચેનો રસ્તો બંધ થઇ ગયો હોવાનું જાણવા મળેલ છે.

આજ પ્રમાણે માણાવદર પંથકમાં ભારે વરસાદની સુલતાનાબાદ ગામ પાસેના પુલની રેલીંગ તુટી હોવાના સમાચાર છે. જો કે કોઇ પ્રકારની જાનહાની થઇ નથી.

માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદથી બાંટવા ખારો ડેમ ઓવરફલો થઇ ગયો છે. આથી આ ડેમના છ દરવાજા બે-બે ફુટ ખોલવાની ફરજ પડી છે.

બાંટવા ખારો ડેમ છલોછલ થઇ જવાના કારણે આ જળાશયની નીચે આવતા ગામોને સાવચેત કરવામાં આવી છે.

જુનાગઢ અને ગિરનાર ઉપરાંત દાતાર વિસ્તારમાં આજના વરસાદથી આણંદપુર ડેમ, વિલીગ્ડન ડેમ અને ઉપર સિંહ તળાવ ઓવરફલો થયેલ છે.

જુનાગઢની સોનરખ નદી અને કાળવામાં ઘોડાપુર આવેલ છે. જયારે દામોદર કુંડ આજે ફરી બેકાંઠે થયેલ છે.

(1:11 pm IST)