સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

અમરેલી જિલ્લાની શેત્રુજી નદીમાં ઘોડાપુર : ડઝનેક પશુઓ તણાયા : વિડીઓ વાયરલ

અમરેલીમાં વરસી રહેલા વરસાદને પગલે નદીઓમાં પાણીની જબરી આવક થઈ છે. જિલ્લાની નદીમાં પશુઓ તણાઈ રહ્યા છે. નદીમાં પશુઓ તણાતા હોય તેવો વીડિઓ વાઈરલ થયો છે. ધારી - મીઠાપુર, દલખાણીયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતા શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું છે.

    નદી ગાંડીતૂર થઈને બે કાંઠે વહી રહી છે ત્યારે આ ઘોડાપૂરમાં દસથી વધુ ગાય ભેંસ સહિતના પશુઓ પાણીના વહેણમાં તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.  જોકે વહેતા વહેણમાં થોડા અંતરે સુધી પાણીમાં તણાયા બાદ કિનારે નીકળી ગયા હતાં. કોઈપણ પશુઓના મોત થયા નથી.પશુઓ પાણીના વહેણમાંથી કિનારા પર જાતે નીકળી ગયા હતાં.

(12:29 pm IST)