સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

ભાવનગરમાં ભાઇને મારી નાખવાની ધમકી આપીને સગીરા ઉપર દુષ્કર્મ

ભાવનગર તા. ૧૧ :.. સગીરાને ઘોઘા રોડ ખારસી વિસ્તારમાં રહેતાં અનિલ મકોડભાઇ મેર નામના યુવાને સગીરાને તેનાં ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે ભોગ બનનાર સગીરાનાં પરિવારજનોએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ગળા ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

વિદ્યાનગર ગાંધી કોલોનીમાં રહેતાં રાહુલભાઇ કરશનભાઇ ચાવડા (ઉ.વ.ર૭) એ તેનાં ઘેર ગળા ફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

(11:46 am IST)