સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જામકંડોરણામાં મહોર્રમની ઉજવણી

જામકંડોરણામાં સમસ્ત સુન્ની  મુસ્લિમ જમાત દ્વારા તાજીયાનું ઝુલુસ મોટા પીરની દરગાહ બગદાદી ચોકથી નીકળી હુશેની ચોક પહોંચી ત્યાંથી ઉપડી માંડવી ચોક મેઇન બજારમાં થઇ દરબારગઢ ચોકમાં પહોંચેલ સમસ્ત મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી અબ્દુલ્લા તથા હનીફભાઇ મચ્છીવાલા, જુમાભાઇ ખુરેશીએ જામકંડોરણાના પી.એસ.આઇ.ચૌહાણને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું મહોરમ દરમ્યાન દશ દિવસ સુધી હુશેની ચોકમાં તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ તેમજ દશ દિવસ ન્યાઝનું વિતરણ કરવામાં આવેલ હતું. સાંજે તાજીયા દરબારગઢ ચોકથી ઉપડી ધોરાજીના નાકા બહાર ટાઢા થયા હતા.

(11:36 am IST)