સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

ભડભાદરને છલકાવામાં હવે ત્રણ ફૂટનું છેટું: સપાટી ૩૧ ફુટે પહોંચીઃ આવક ચાલુ

૬૦ થી વધુ ડેમો ઓવરફલોઃ વરસાદના ખમૈયા પણ આવક ચાલૂ...: સૌરાષ્ટ્રના ૧પ ડેમોમાં ૦II થી ૩ ફુટનો વધુ વધારોઃ સાકરોલીની સપાટી ૧૯II ફૂટે પહોંચી

રાજકોટ તા. ૧૧ : રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો અને દરિયા સમાન લાગતો જેતપુર નજીકનો ભડભાદર ડેમ છલકાવામાં હવે માત્ર ત્રણ ફુટનું છેટુ રહ્યું છે, ગઇકાલે વધૂ ૦.૩૫ ફૂટનો વધારો થતા સપાટી ૩૧ ફૂટે પહોંચી છે, ભાદર ડેમ ૩૪ ફૂટે છલકાય છે, ઉપરવાસના પાણીની આવક ધીમીધારે ચાલૂ હોય, સાંજ સૂધીમાં સપાટી વધૂ વધશે તેમ સિંચાઇના સૂત્રો ઉમેરી રહ્યા છે.

અત્રે એ નોંધનીયછે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦ થી વધૂ ડેમો ઓવરફલો અથવા તો છલકાઇ રહ્યા છે, વરસાદે ખમૈયા કર્યા છે, પણ ધીમીધારે આવક ચાલૂ છે, અમૂક ડેમ તો ૩ થી ૪ વખત ઓવરફલો થયા છે. કુંકાવાવ નજીકના સાંકરોલીમાં ર૪ કલાકમાં વધૂ ૩ ફૂટ નવુ પાણી આવતા સપાટી ૧૯ ફૂટે પહોંચી છે.

રાજકોટ જિલ્લો

ડેમનું નામ

સપાટીમાં થયેલોવધારો ફૂટમાં

હાલની સપાટી ફુટમાં

ભાદર

૦.૩૩

૩૧

મોજ

૦.૮૯

૪૧.૪૦

સૂરવો

ર.૬ર

૧૪.૧૦

ઇશ્વરીયા

૦.૬૬

૧૩.૭૦

કર્ણુકી

૦.૧૬

૧૭.૬૦

મોરબી જિલ્લો

બ્રાહ્મણી

૦.૩૦

રપ.૪૦

જામનગર જિલ્લો

ફુલઝર-ર

૦.૭પ

૧૩.૪૦

વિજરખી

૦.૯૮

૧ર.૦૦

ડાઇમીણસાર

૦.૬૬

૧૦.ર૦

રૂપાવટી

૦.૬૯

૧૪.પ૦

દ્વારકા જિલ્લો

ઘી

૧.૩૧

૧.પ૦

વર્તુ-ર

૩.૯૪

ર૦.ર૦

શેઢાભાડથરી

૦.૯૮

૧૧.૦૦

સીંધણી

૦.૮ર

-

અમરેલી જિલ્લો

સાકરોલી

ર.પ૯

૧૯.૩૦

(11:34 am IST)