સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવ

બ્રહ્મસમાજની બહેનોને ફ્રી કોચીંગઃ ઇનામ સહિત આયોજન માટે મહિલા પાંખની મીટીંગ મળી

જૂનાગઢ તા. ૧ર :.. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી ર૦૧૮ ની ઉજવણી માટે મહિલા પાંખ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્રહ્મ સમાજની બહેનો દિકરીઓને દાંડીયા રાસ અંગે ફ્રી કોચીંગ તથા માત્ર ભુદેવોને ગરબીમાં પ્રવેશ આપવા અને ઇનામોની વ્યવસ્થા કરવા માટે મીટીંગ મળેલ અને તમામ સમાજને સંદેશો પાસ કરવા નિર્ણય લેવામાં આવેલ જેમાં તમામ સમાજને જણાવવામાં આવ્યુ કે જૂનાગઢમાં ઘણી જ્ઞાતિ પોતાના અંગત આયોજનો કરે છે તો જયાં પોતાની જ્ઞાતિનું આયોજન તેમજ જવુ અને બીજાની કોઇ જ્ઞાતિના આયોજનમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરવો તેવાં સંદેશા સાથેની મીટીંગ સપન્ન થયેલ હતી.

આ મીટીંગમાં ગીતાબેન જોષી એ માર્ગદર્શન હેઠળ આરતીબેન ભટ્ટ, રેખાબેન રાવલ, રિંકલબેન મહેતા, રાજેશ્વરીબેન જોષી તથા નિલમબેન ઠાકરએ સંચાલન કર્યુ હતું અને જૂનાગઢના તમામ ભુદેવોને મહાદેવ હરના નાદ સાથે નવરાત્રીની તૈયારીમાં લાગી જવા અનુરોધ કરેલ. જૂનાગઢ ખલીલપુર રોડ કૈલાશ ફાર્મ જોષીપરા ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સતત બીજા વર્ષે પણ ભુદેવ પરિવારો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયુ છે જેને સફળ બનાવવા આ સંસ્થાના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ રાવલ, પી. સી. ભટ્ટ, અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. (પ-૧૩)

(12:33 pm IST)