સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

ગુરૃવારે ભુચર મોરીમાં ૫ હજાર યુવકોનો તલવાર રાસ વર્લ્ડ રેકોર્ડ બનશે

ધ્રોલ નજીક ઐતિહાસીક યુધ્ધ ભૂમિમાં શિતળા સાતમના દિવસે શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાશે : રાજપૂત સમાજના ડો. જયેન્દ્રસિંહ જાડેજા - ડો. રાજેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી વધુ એક ઇતિહાસ રચાશે

ધ્રોલ તા. ૧૨ : જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસીક શહીદ ભુમિ ભુચર મોરી ખાતે આ વર્ષે વર્લ્ડ રેકર્ડ બનાવવા માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આગામી શિતળા સાતમના દિવસે ૫ હજાર રાજપુત યુવાનો આ ભુમિ ઉપર તલાવાર રાસ કરીને ઈતિહાસ રચી શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

ધ્રોલ નજીક આવેલ ઐતિહાસીક ભુચર મોરી મેદાન ખાતે ખેલાયેલા આશરા ધર્મ માટેના યુધ્ધ દરમ્યાન રાજપુત સહીત અનેક જ્ઞાતિઓના વીરો શહીદી વોરી લીધી હતી અને અકબરની સેના સામે ખેલાયેલા મહા યુધ્ધ દરમ્યાન લોહીયાળ ખેલાયેલા આ યુધ્ધ જંગ એટલે આગામી તા. ૧૮ના રોજ શીતળા સાતમના દિવસે હાલાર પંથકના રાજપુત સમાજ દ્વારા શ્રધ્ધાજંલી આપવામાં આવે છે તેના ભાગરૃપે છેલ્લા ૨૯ વર્ષથી ધ્રોલ ભુચર મોરી શહીદ સ્મારક સમિતિ અને અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે ૩૦મી શ્રધ્ધાંજલિ કાર્યક્રમની અનોખી ઉજવણી માટે સમગ્ર ગુજરાતના ૫ હજાર રાજપુત યુવાનો સંગઠીત થઈને તલવાર રાસ કરીને આ ભુમિ ઉપરથી વર્લ્ડ રેકર્ડ સર્જશે.

ગુજરાત અખીલ રાજપુત યુવા સંધના આગેવાન ડો. જયેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી ધ્રોલની ઐતિહાસીક ભુમિ ઉ૫૨ ગત વર્ષે 'શોર્ય કથા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ શોર્ય કથા મારફત શહીદોન, રાજપુતોનો ઈતિહાસ ઉજાગર કરવામાં આવ્યો હતો તેના આગલા વર્ષે ૨૫૦૦ હજાર રાજપુત સમાજની દિકરીઓ દ્વારા તલવાર રાસ કરીને વર્લ્ડ રેકર્ડ કર્યો હતો ત્યારે આ વર્ષે શહીદોને વિશેષ શ્રધ્ધાજંલી આપવા માટે રાજપુત સમાજના યુવાનો છેલ્લા એક માસથી તલાવાર રાસ માટે ટેનીગ લઈને આગામી તા. ૧૮ના રોજ તલાવાર રાસ રમીને ઈતિહાસ સર્જવા માટે તડામાર તૈયારીઓ કરી રહયા છે.

જામનગર જીલ્લા રાજપુત યુવા સંઘના અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ધ્રોલ શહીદ ભુમિ ભુચર મોરી ખાતે આ શ્રધ્ધાજંલી કાર્યક્રમ સફળ બનાવવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવીને સમગ્ર ગુજરાતના રાજપુત યુવાનો સંગઠીત કરવામાં આવી રહયા છે ડો. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ધ્રોલના ભુચર મોરી યુધ્ધ મેદાન ખાતે ૫ હજાર યુવાનો ધ્વારા તલવાર રાસ કરીને ઈતિહાસ સર્જાવવાનો છે ત્યારે સમગ્ર રાજપુત સમાજના યુવાનો, આગેવાનો, વડીલો વગેરે જહેમત ઉઠાવી રહયા છે અને રાજપુત સમાજના સહીયારા પ્રયાસોથી વધુ ઈતિહાસ ભુચર મોરી ખાતે સર્જાશે.

આ આગામી તા. ૧૮ ના રોજ યોજનારા આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના રાજપુત રાજવી પરીવારો, મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે જેના માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંધના આગેવાન ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને જામનગર જીલ્લા રાજપુત યુવા સંધના અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાના યુવાનોની ટીમ, તેમજ અન્ય રાજપુત સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે.(

(12:12 pm IST)