સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર હોટલ એલેન્‍ટોમાં લાગેલી આગ કાબુમાં: જનરેટર ચાલુ કરતી વખતે આગ પ્રસરી : દાઝી ગયેલા સારવારમાં

જામનગર : જામનગર દ્વારકા હાઇવે પર મોટી આવેલી નજીક હવેલી હોટલ એલેંટોમાં ભીષણ આગ લાગી હતી. આ આની ઘટનામાં હોટલના પાર્સિંગમાં પડેલી એક મોટરકાર બે થી ત્રણ ટુ-વ્‍હીલર બળીને ખાખ થઈ ગયા હતા. સાંજે સાડા સાત વાગ્‍યે લાગેલી આગ અંગે જાણ થતાં જ તાત્‍કાલિક સિક્કા નગરપાલિકા અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ માંથી ફાયર ફાઈટરો સાથે ટીમો દોડી હતી ભીષણ આગ ની ઘટનાને લઈને જામનગરથી પણ ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશનોઈ પણ ફાયર વિભાગની બે ટુકડીઓ સાથે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને ૨૭ જેટલા લોકોને બહાર કાઢી કરવામાં આવ્‍યા હતા. જેમાંથી ત્રણ લોકોને ગુંગળામણની અસર થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જામનગર ગ્રામ્‍યના મામલતદાર બી.ટી.સવસાણી, ડિઝાસ્‍ટર વિભાગના ડીસ્‍ટ્રીક પ્રોજેક્‍ટ ઓફિસર માનસી સિંગ, નાયબ મામલતદાર પરીક્ષિત પરમાર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ અને મેઘપર પડાણા અને સિક્કાનો પોલીસ દાખલો પણ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. મોડી સાંજે જનરેટર ચાલુ કરતાં વેડાએ સ્‍પાર્ક થયો હતો અને આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:13 am IST)