સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

ગારિયાધારમાં ‘કોફી વિથ કિશાન' જન સંવાદ કાર્યક્રમ યોજાયો

આધુનિક, પ્રાકૃતિક અને પારંપરીક ખેતીની સમજ આપતો ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં અધિકારીઓ અને ખેડૂતો સહભાગી બન્‍યા

ગારિયાધાર,તા. ૧૨ : ભાવનગરનાં ગારીયાધાર સેવાસદન ખાતે તા. ૧૦ ઓગસ્‍ટને બુધવારે ‘કોફી વિથ કિશાન' જન સંવાદ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ જનસંવાદ કાર્યક્રમમાં આજુબાજુનાં ગામોમાંથી ખેડૂતો અને અલગ અલગ ખેતી વિષયક ખાતાના અધિકારીઓ  આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને પારંપરીક ખેતી ની સમજ આપતા કાર્યક્રમમાં સહભાગી બન્‍યા હતા.

કાર્યક્રમમાં નાયબ ખેતી અધિકારીશ્રી ખેતી વિષયક તેમજ આઈ-ખેડૂત પોર્ટલ વિષે, એગ્રોનાં અધિકારીશ્રીઓ ખાતર-બિયારણ બાબતની માહિતી, વિસ્‍તરણ અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેડૂતલક્ષી રાજય સરકારની યોજનાઓ વિષે, તેમજ આર. એફ. ઓ. વિભાગના અધિકારીશ્રીઓ સરકારની કાંટાળીવાડ યોજના અને વૃક્ષારોપણ વિષે માહિતી આપવામાં આવી હતી. 

ગારીયાધાર મામલતદારશ્રી આર. એસ. લાવડીયા દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજુ કરીને ઉપસ્‍થિત લોકોને સામાન્‍ય સમજ આપી હતી.

જન સંવાદ કાર્યક્રમ યોજાયેલમાં ધારાસભ્‍ય શ્રી કેશુભાઈ નાકરાણી, કિશાન સંઘના પદાધિકારીઓ,કિશાન આગેવાનો, ખેતીવાડી અધિકારી, આરએફઓ..વિ ઉપસ્‍થિતિ રહેલ.....i khedul પોર્ટલ મારફત ટ્રેક્‍ટર,ખેત ઓજાર,સંગ્રહ માટે ગોડાઉન, વિવિધ સહાય માટે અરજી કરવા માટે વિગતવાર સમજૂત કરવામાં આવ્‍યા, હક્કપત્રકની નોંધની ઓનલાઇન અરજી સંબધતે. બાગાયતી ખેતી માટેની સબસિડી માટે કિશાન આગેવાનોને માહિતગાર કર્યા.

(11:13 am IST)