સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

મોરબી: ધોળેશ્વર રોડ પર સરાજાહેર જુગાર રમતા ૪ શખ્સો કાયદાના સકંજામાં.

મોરબીમાં ધોળેશ્વર રોડ પર સરાજાહેર જુગાર રમતા ૪ શખ્સોની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોળેશ્વર રોડ નજીક મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન રસમાધી પાસે ખુલ્લા પટમાં જાહેમાં આરોપી જગદીશભાઇ ભગવતીપ્રસાદ પંડ્યા, ઇરફાન વલીમામદભાઇ કટારીયા,રહીમભાઇ કરીમભાઇ નારેજા અને ફારૂક ઇશાકભાઇ શેખ ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૬૮૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:16 am IST)