સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

મોરબી નવયુગ વિધાલયની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યો.

મોરબી :આજે રક્ષાબંધન પર્વ નિમિતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાની પ્રેરણાથી નવયુગ વિધાલય મોરબીની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી

  મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી નવયુગ વિધાલયની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પોલીસ અધિકારી અને કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી પર્વ ઉજવવામાં આવ્યો હતો
 જે પ્રસંગે એ ડીવીઝન પીઆઈ દ્વારા વિદ્યાર્થીનીઓને સોશ્યલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી જાગૃત બનવા જણાવ્યું હતું સાથે જ પોલીસ મથકની વિવિધ કામગીરી વિશે માહિતગાર કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

(1:14 am IST)