સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th August 2019

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદે પ્રકાશ વાઘાણીની નિયુકતી

ભાવનગર તા. ૧ર : ભાવનગર કોંગ્રેસના પ્રમુખપદે પ્રકાશભાઇ વાઘાણીની નિયુકતી કરાઇ છે.

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોષીએ પ્રમુખપદેથી અંગત કારણોસર રાજીનામુ આપતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા તાકીદની અસરથી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે પ્રકાશભાઇ વાઘાણીની નિમણુંક કરવામાંં આવી છે.

નવનિયુકત શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીને કોંગ્રેસ અગ્રણીઓએ આવકારી શુભેચ્છા પાઠવી છ.ે ભાવનગર નાગરીક બેંકના હોલ ખાતે પ્રકાશભાઇ વાઘાણીની નિયુકતીને બેંકના ચેરમેન જીતુભાઇ ઉપાધ્યાય તેમજ અન્ય ડીરેકટરોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(12:13 pm IST)