સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th August 2019

ધ્રાંગધ્રાનાં વાવડીમાં પુરમાં તણાઇ જવાથી ૬નાં મોતથી અરેરાટી : એક હજુ લાપત્તા

(ફારૂક ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર, તા. ૧ર : વઢવાણ, તા. ૧ર : ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પુરમાં તણાઇ જવાથી ૬ લોકોના મોત થતા અરેરાટી વ્યાપી છે.

જિલ્લા કલેકટર  સ્થાનિક તંત્ર  ફાયર બ્રિગેડ ના જવાનો તેમજ સ્થાનિક તરવૈયાથીઙ્ગ બચાવ કામગીરી કરવામાં આવી હતી. પ્રસાશન દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર ની લેવા ઈ મદદ ફસાયેલા લોકો નદીમાં પાણી માં તણાયા હોવાની આશંકા હતી ત્યારે નદી માં પાણીના વહેણ પણ ખૂબ જ હતા અને વરસાદ ચાલુ હતો અને બીજા ફસાયેલ સાત લોકો ના મૃતદેહ આજે સવારે ૬ વાગે મળેલ હતા અને તેઓને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે લાવવામાં આવ્યા હતા જેમાં થી રયાબેન સદાજી ઢાકોર વાલપુરા કાકરેજ બનાસકાંઠા, મહેશ ગોવિદભાઈ કલોત્રા રબારી, યસભાઈ કે.કલોતા રબારીનો બચાવ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા માં બે દિવસ થી અતિ થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા ના નદીઓ અને તળાવો માં નવા નીર ની આવક આવી છે.તયારે જિલ્લા નો ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી માં પાણી છોડવા માં આવ્યું છે.અને નાયકા ડેમ ના ૭ પાટિયા ૧ ફૂટ સુધી ખોલવા માં આવ્યા.

ત્યારે હેલિકોપ્ટરથી આ લોકો ને ટ્રેકટર લઈ જતા હતા ને તણાયા હતા ત્યારે આર્મી એ તેમાંથી ૩ ને બચાવી લેવા માં આવીયા હતા.અને હજુ પણ ૧ ની શોધ ખોળ ચાલું છે.હેલિકોપ્ટર આવ્યુ પણ ભારે વરસાદ ના પગલે આ ૮ લોકો ને હજુ સુધી શોધી શકયું ન હતું ત્યારે હાલ આર્મી અને ndrf ની ટીમે આજે સવારે આ ૬ લોકો ના મૃતદેહ શોધી બાર કાઢ્યા છે. ત્યારે આ મૃતદેહ અર્થે ધાગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે માં આવ્યા   સદાજી માલજી ઢાકોર વાલપુરા કાંકરેજ બનાસકાંઠા, ગંભીરજી લાલજી ઢાકોર મોટા જોરાવર પુરા -સમી, જોશનબેન ગંભીરજી ઢાકોર મોટાજોરવરપુરા -સમી પાટણ, પુનાબેન ગંભીરજી મોટા જોરાવરપુરા સમી, વિજય રવજી ભાઈ ધાધર રબારી, અવકાશ મેલભાઈ રબારીના મૃતદેહને ખસેડાયા હતા.

(3:47 pm IST)