સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ધ્રોલ તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન:મામલતદાર અને પોલીસને આવેદન

વીમા કંપની સામે ફરિયાદ નહીં નોંધાય તો જલદ કાર્યક્રમોની ચીમકી

ધ્રોલ તાલુકામાં ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાથી ખેડૂતોને ચૂકવવામાં આવેલ પાક વિમાની રકમમાં હળાહળ થયેલા અન્યાયના સંદર્ભે ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ તાજેતરમાં જ મામલતદારને આવેદનપત્ર આપ્યા પછી પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરકરણ નહીં આવતા આજે ફરીથી ૪૨ ગામના સરપંચો ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ સૂત્રોચ્ચાર પોકારી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવી વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવા તેમજ કસૂરવારો સામે આકરા પગલાં ભરવાની માંગણી કરી હતી તેમજ જો તાકીદે વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલડ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપી હતી.

  ગયા વર્ષે ચોમાસુ નબળું જતાં ધ્રોલ પંથકના મુખ્ય ભાગ કપાસ અને મગફળી સહિતના પાકોનું નહિંવત ઉત્પાદન થવા પામ્યું હતું પાક નિષ્ફળ જવાના પગલે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી વિમાની રકમમાં પણ અન્યાય કરવાં આવ્યો હતો તેમજ પ્રધાનમંત્રીએ ફસલ વીમા યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવાની થતી રકમ માં ધ્રોલ પંથકના ખેડૂતોને થયેલા આન્યાયના પગલે આ પંથકના ખેડૂતોમાં ઉગ્ર રોષ અને આક્રોશ પ્રસરી જવા પામ્યો હતો.

(8:43 pm IST)