સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

જૂનાગઢમાં પંગવ્ય વિષયે બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ચિંતન બેઠક

બેઠકમાં 20 જેટલા વૈજ્ઞાનિકોની ગહન ચર્ચા કરીને સંશોધન કાર્યની રૂપરેખા ઘડશે

જૂનાગઢ કૃષિ યુનિ. અને ગોવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર નાગપુરનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ અને ૧૩ના રોજ કૃષિ યુનિ જૂનાગઢ ખાતે પંચગવ્ય વિષયપર રાષ્ટ્રીય સ્તરની એક ચિંતન બેઠક નું આયોજન કુલપતી ડો. પાઠકની પ્રેરણાથી કરવામાં આવેલ છે.

  આ ચિંતન બેઠકમાં દેશભરમાંથી ગાય આધારીત સંશોધન સાથે સંકળાયેલ આશરે ૨૦ જેટલા મહાનુભાો અને વૈજ્ઞાનીકો અને જૂનાગઢ કૃષિ યુનિ.નાં વૈજ્ઞાનિકો ગહન ચર્ચા સમીક્ષા કરશે. અને આગામી સંશોધનો કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે.

 આ કાર્યક્રમનું ઉદધાટન રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.નાં કુલપતિ ડો. ગોપબ;ધુ મિશ્ર, ગો વિજ્ઞાન અનુસંધાન કૈન્દ્ર નાગપુરનાં સમન્વયકશ્રી સુનિલ માનસિંઘકા અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 આ પ્રસંગે ભારત સાધુ સમાજનાં પ્રમુખ મુક્તાનંદ બાપુ, તથા મોટી હવેલી જૂનાગઢનાં ગોસ્વામી કીશોરચંદ્રજી મહારાજ  ગોસ્વામી પિયુષકુમાર મહારાજ આશિર્વચન આપશે. તેમ કાર્યક્રમનાં સંયોજક ડો. વી.પી. ચોવટીયાની યાદીમાં જણાવાયુ છે. 

(8:07 pm IST)